🔥 ट्रेंडिंग ATM chor Night temperatures to plunge in Belaga... ડિંડોલી પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવન... જૂનાગઢ નેત્રમ શાખાને ૨૦મી વખત સર્વોત્ક... Vijayapura District Launches Preparati... सुपौल में स्वच्छ सेवा आकलन 2026 के लिए...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
યુનિક ગેસ એજન્સીના કર્મચારીઓ દ્વારા ગેસની બોટલોમાંથી ગેસ ચોરી, ઊંચા ભાવે વેચાણનો ઘટસ્ફોટ
अपराध

યુનિક ગેસ એજન્સીના કર્મચારીઓ દ્વારા ગેસની બોટલોમાંથી ગેસ ચોરી, ઊંચા ભાવે વેચાણનો ઘટસ્ફોટ

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 14 अक्टू. 2026, 04:08 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાહેર જનતા મોંઘવારીથી પીડાઈ રહી છે ત્યારે યુનિક ગેસ એજન્સીના કર્મચારીઓ દ્વારા ભરેલી ગેસ બોટલોમાંથી ગેસ કાઢી ઊંચા ભાવે વેચી છેતરપિંડી કરવામાં આવી રહી છે.

શહેરમાં યુનિક ગેસ એજન્સીમાં કામ કરતા અમરત ઉર્ફે બિલ્લો અને ગિરીશ નામના કર્મચારીઓ દ્વારા ભરેલી સીલપેક ગેસ બોટલોમાંથી આશરે ત્રણથી ચાર કિલો ગેસ કાઢી લઈ ઊંચા ભાવે વેચી પોતાનું ગુજરાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કૃત્ય દ્વારા તેઓ જાહેરમાં છેતરપિંડી કરી રહ્યા છે, જ્યારે સામાન્ય જનતા પહેલેથી જ મોંઘવારીના મારથી ત્રસ્ત છે.

આ મામલે અમરતભાઈએ જણાવ્યું હતું કે, એજન્સીના રમેશ ઉર્ફે રાજુભાઈ દ્વારા તેમને પગાર આપવામાં આવતો નથી. આ કારણે, રમેશ ઉર્ફે રાજુભાઈએ જ તેમને ભરેલા બાટલામાંથી ગેસ કાઢીને કાળા બજારી કરવા માટે સૂચના આપી છે. તેમણે કહ્યું કે, 'બાકી હું બેઠો છું શું ખરેખર?' આ નિવેદન સમગ્ર કૌભાંડ તરફ ઈશારો કરે છે.

હાલ સવાલ એ ઊભો થાય છે કે શું યુનિક ગેસ એજન્સીના માલિક આ સમગ્ર પ્રવૃત્તિથી અજાણ છે, અથવા તેઓ રમેશ ઉર્ફે રાજુ નામના વ્યક્તિને છાવરી રહ્યા છે. આ વિડીયો પ્રસિદ્ધ થયા બાદ IOC અને તોલમાપ ભવન દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ કહેશે.
📲Get App