🔥 TRENDING રાજપારડી નજીક સંજાલી ગામમાં ચોથા નોરતે... उरई का भगत सिंह चौराहा शहर के प्रमुख म... समस्तीपुर में दुर्गा पूजा पंडालों का न... Kerala High Court Approves Toll Collec... Kerala Hotels and Restaurants to Ban U... CM Bhagwant Singh Mann inaugurates 154...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં જાહેરમાં બે જંગલી આખલાઓ વચ્ચે યુદ્ધ: એક્ટિવાને નુકસાન થતા અટક્યું,લોકોમાં ભય..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Oct 2026, 11:10 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં આજે બે જંગલી આખલાઓ વચ્ચે જાહેરમાં થયેલા યુદ્ધને કારણે અફરાતફરી મચી ગઈ હતી. એક એક્ટિવા ચાલક માંડ-માંડ બચી ગયો હતો,જ્યારે તેની એક્ટિવાને નુકસાન થતા અટક્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં આજે બે જંગલી આખલાઓ વચ્ચે જાહેરમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું.આખલાઓના આ ભયાનક યુદ્ધને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભય વ્યાપી ગયો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બંને આખલાઓ એકબીજા પર હુમલા કરી રહ્યા હતા અને રસ્તા પર દોડી રહ્યા હતા.

આ દરમિયાન એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.સદનસીબે તે આખલાઓની ટક્કરથી માંડ-માંડ બચી ગયો હતો.જો કે આ ઘટનામાં તેની એક્ટિવાને નુકસાન થતા અટકેલ.આખલાઓના આ યુદ્ધને કારણે વાહનચાલકો અને રાહદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિક લોકોએ તાત્કાલિક આખલાઓને ત્યાંથી હટાવવાની વ્યવસ્થા કરી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના ભય સામે ફરી એકવાર ચિંતા જગાવી છે.
📲Get App