🔥 TRENDING जमीन विवाद में ऑटो चालक को सरवा पुल के... जिला परिषद अलवर के वार्ड नंबर 34 से प्... Today match जमुई में दुर्गा पूजा को लेकर पुलिस अलर... जैथरा में भाजपा प्रदेश मीडिया पैनलिस्ट... नवादा में फर्जी वेतन एरियर भुगतान मामल...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરા: લેબર લાયસન્સ માટે ૭૦,૦૦૦ ની લાંચ લેતા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર અને મદદનીશ શ્રમ અધિકારી ઝડપાયા..
Crime

વડોદરા: લેબર લાયસન્સ માટે ૭૦,૦૦૦ ની લાંચ લેતા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર અને મદદનીશ શ્રમ અધિકારી ઝડપાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Oct 2026, 10:46 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે વડોદરા ખાતે લેબર લાયસન્સ આપવાના બદલામાં રૂ. ૭૦,૦૦૦ ની લાંચ લેતા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર અને મદદનીશ સરકારી શ્રમ અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યા છે..

વડોદરા શહેરના શ્રમયોગી કલ્યાણ ભવન ખાતેથી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા બે સરકારી અધિકારીઓને ઝડપી પાડ્યા છે. આરોપી નં. ૧ દિપક અંબાલાલ ચૌહાણ, જે આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, વર્ગ-૧, નાયબ શ્રમ આયુક્તની કચેરી, વડોદરા તરીકે ફરજ બજાવે છે, અને આરોપી નં. ૨ રણજીતસિંહ નટવરસિંહ જાદવ, મદદનીશ સરકારી શ્રમ અધિકારી, વર્ગ-૩, નાયબ શ્રમ આયુક્તની કચેરી, વડોદરા, સામે ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ લેબર લાયસન્સ મેળવવા માટે વડોદરાની નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને, આરોપી નં. ૧ દિપક અંબાલાલ ચૌહાણે ફરિયાદી પાસે લેબર લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના બદલામાં રૂ. ૭૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે તાત્કાલિક ACB નો સંપર્ક કરીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદીની ફરિયાદના આધારે ACB સુરત એકમના ટ્રેપીંગ અધિકારી કે.જે.ધડુક,પોલીસ ઇન્સ્પેક્ટર, ઇન્ચાર્જ (ફિલ્ડ પો.ઇન્સ.) અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આયોજિત ટ્રેપ દરમિયાન, આરોપી નં. ૧ ના કહેવાથી આરોપી નં. ૨ રણજીતસિંહ નટવરસિંહ જાદવે ફરિયાદી પાસેથી રૂ. ૭૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારી હતી.ACB ની ટીમે બંને આરોપીઓને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધા હતા અને તેમની પાસેથી લાંચની સંપૂર્ણ રકમ વસૂલ કરી હતી. આ સમગ્ર ઘટના તા. ૧૪/૧૦/૨૦૨૬ ના રોજ બની હતી.
📲Get App