🔥 ट्रेंडिंग > जिला परिषद चुनाव में भाजपा का खुला ख... અમરેલીમાં ગેરકાયદે દબાણો સામે બુલડોઝર... ग्राम तिन्दौनिया में बंसकार परिवार द्व... शहडोल में खाकी का बड़ा प्रहार: जयसिंहन... हजारीबाग: दुर्गा पूजा 2026 के दौरान नि... लुधियाना में 16 नए आम आदमी क्लीनिक जनत...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા કોર્ટ પાછળ ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી શરૂ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 14 अक्टू. 2026, 08:15 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા કોર્ટ પાછળ ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી શરૂ
જીગ્નેશભાઈ પટેલ અને કનુભાઈ કામળિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ
રાજુલા: રાજુલા કોર્ટની પાછળના વિસ્તારમાં ઊગી નીકળેલા ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગાંડા બાવળની ઝાડીઓને કારણે રાહદારીઓ તેમજ નજીકની સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત, ઝાડીઓમાં જંગલી પ્રાણીઓ વસવાટ કરતા હોવાની શક્યતાને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળતી હતી.
આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત નિયંત્રિત બજાર સંઘના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી કનુભાઈ કામળિયા એડવોકેટ દ્વારા સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતને પગલે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ રાહદારીઓ તેમજ આસપાસની સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે અને વિસ્તાર વધુ સ્વચ્છ તથા સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ કામગીરીથી વિસ્તારના રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
📲Get App