🔥 TRENDING राष्ट्रपति ने राष्ट्रीय रक्षा महाविद्य... ब्लू ड्रम हत्याकांड: कोर्ट ने सुनाई मौ... मुख्यमंत्री मोहन यादव ने मंडला में टॉप... मुख्यमंत्री सम्राट चौधरी ने खाद्य एवं... भाजपा नेताओं ने शिक्षकों से नरेंद्र ना... पश्चिम बंगाल: दार्जिलिंग में युवा मतदा...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદના દાણીલીમડામાં ‘નશા મુક્ત દાણીલીમડા, નશા મુક્ત અમદાવાદ’ અભિયાનનો પ્રારંભ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 14 Oct 2026, 04:32 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશાના વધતા દુષણ સામે જાગૃતિ લાવવા માટે ‘નશા મુક્ત દાણીલીમડા, નશા મુક્ત અમદાવાદ’ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આ અભિયાન પોલીસ તંત્રના સહયોગથી ચલાવવામાં આવશે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશાના વધતા દુષણ સામે જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. દાણીલીમડાના ઈતિહાસમાં પ્રથમ વખત ‘નશા મુક્ત દાણીલીમડા, નશા મુક્ત અમદાવાદ’ના સંકલ્પ સાથે ટૂંક સમયમાં દાણીલીમડા ચાર રસ્તા પરથી મોટા કાર્યક્રમ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.

દાણીલીમડા વોર્ડના પૂર્વ ઉમેદવાર અશફાક ખાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અભિયાનમાં પોલીસ તંત્ર સાથે હાથ મિલાવીને નશામુક્તિ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને સમાજના તમામ વર્ગોને નશાના દુષણથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આ અભિયાન અંતર્ગત દાણીલીમડા વિસ્તારની ગલીઓ, મહોલ્લાઓ, ચાની કીટલીઓ અને સોસાયટીઓમાં જઈને નશાના દુષણથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત, ધાર્મિક ગુરુઓ, ધાર્મિક સ્થળોના આગેવાનો, સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, નેતાઓ, કાઉન્સિલરો અને ધારાસભ્ય સહિતના વિવિધ ક્ષેત્રના લોકોને આ અભિયાનમાં જોડીને સહયોગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
📲Get App