🔥 TRENDING भाजपा नेताओं ने शिक्षकों से नरेंद्र ना... पश्चिम बंगाल: दार्जिलिंग में युवा मतदा... દેવભૂમિ દ્વારકામાં LCBએ કાળા પથ્થરની ખ... આજ રોજ હારીજ તાલુકાના પીપલાણા ગામે ડીડ... राघोपुर-दियारा की घटना पर मंत्री ने ली... Rural Development Minister Shravan Kum...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઇડરના ગણેશપુરા ગામે વૈમનસ્ય મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Oct 2026, 04:31 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગણેશપુરા ગામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ અને તેના કારણે સર્જાયેલા વૈમનસ્યના મુદ્દે સ્થાનિકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે..

સાબરકાંઠાના-:
ઇડર તાલુકાના ગણેશપુરા ગામમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.આ વાયરલ પોસ્ટના કારણે ગામમાં વૈમનસ્ય ફેલાયું હોવાની ફરિયાદ સાથે ગામના નાગરિકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર સુપરત કર્યું છે.આ આવેદનપત્રમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર થયેલી પોસ્ટથી ગામના વાતાવરણમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે..

આવારા તત્વો દ્વારા સમાજમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,જેની ગંભીર નોંધ લેવાવી જોઈએ.ગામના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, આવા કૃત્યોથી ગામની સામાજિક એકતા અને શાંતિ જોખમાઈ શકે છે, તેથી તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.
📲Get App