🔥 TRENDING Rural Development Minister Shravan Kum... JD(U) MLA Anant Singh Launches Campaig... અંકલેશ્વર: નોબલ માર્કેટમાં ભંગારના ગોડ... सीवान के पिपरहिया गांव में पूर्व विवाद... Sindhia Family Property Dispute: Court... പ്രതിഷേധ ജനസഭ ഒരുക്കി
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: રામોલ પોલીસે વાહનમાંથી ડીઝલ ચોરી કરતા બે શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 14 Oct 2026, 04:30 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના રામોલ વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીનું ડીઝલ, વાહન અને મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં મોડી રાત્રે પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા તત્વો સામે રામોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 210 લીટર ચોરીનું ડીઝલ, વાહન અને મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રામોલ પોલીસને મળેલી બાતમીના આધારે રામોલ સીટીએમ ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન, પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાત્રે પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલની ચોરી કરતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 210 લીટર ડીઝલ, છ કેરબા, ચોરીમાં વપરાયેલી એક વેન્ટો કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2 લાખ 80 હજાર 600નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન એવી પણ વિગતો સામે આવી છે કે ચોરીનું ડીઝલ સસ્તા ભાવે વેચવામાં આવતું હતું.

આ મામલે રામોલ અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડીઝલ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App