Crime
હિંમતનગર એ.ડિવીઝન પોલીસે સજા વોરંટની મહિલા આરોપીને ઝડપી પાડી..
સાબરકાંઠા જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હિંમતનગર એ.ડિવીઝન પોલીસે સજા વોરંટની એક મહિલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સજા વોરંટના આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા માટે પોલીસ ટીમોને સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના પગલે, હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન હિંમતનગરના પોલીસ ઇન્સ્પેક્ટર કેતન.વાય.વ્યાસ અને સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ.જાડેજા તથા તેમની ટીમે આવા આરોપીઓને પકડવા માટે સતત વોચ અને તપાસ શરૂ કરી હતી.આ દિશામાં સતત તપાસ દરમિયાન સર્વેલન્સ સ્કોડના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહમદ સલીમ ઇકબાલહુસેનને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંમતનગર પાંચમા એડી ચીફ જ્યુડી મેજીસ્ટ્રેટના ફોજદારી કેસ નં. ૯૨૫૨/૨૦૨૩ ના કામની સજા વોરંટ ધરાવતી મહિલા આરોપી નસિબબાનુ (નસિમબાનુ) તોફિકભાઈ મનસુરી, જે સંસ્કાર સોસાયટી, છાપરીયા વિસ્તાર, હિંમતનગર, જી.સાબરકાંઠાની રહેવાસી છે,તે હાલ છાપરીયા વિસ્તારના અશરફનગર ચોક પાસે ઉભી છે..
આ બાતમીના આધારે પોલીસની ટીમ તાત્કાલિક છાપરીયા વિસ્તારના અશરફનગર ચોક ખાતે પહોંચી હતી.ત્યાં વુમેન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબેન દિનેશભાઈની મદદથી સદર મહિલા આરોપી નસિબબાનુ તોફિકભાઈ મનસુરીને ઝડપી પાડવામાં આવી હતી.પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેતન.વાય.વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ.જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહમદસલીમ ઇકબાલહુસેન, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મિતરાજસિંહ રણજીતસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ નરેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદિપસિંહ વિજયસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ વિનોદસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ આઝાદકુમાર પશાભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મિતેશકુમાર કુબેરભાઇ અને વુમેન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબેન દિનેશભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.