Crime
હિંમતનગર એ.ડિવિઝન પોલીસે સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો..
સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે હિંમતનગર એ.ડિવિઝન પોલીસે સજા વોરંટના આરોપી રાકેશભાઇ જમનાલાલ જૈનને ગોકુલનગર ફાટક પાસેથી ઝડપી પાડ્યો છે.આ કાર્યવાહી પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલની સુચનાઓના પગલે કરવામાં આવી છે..
સાબરકાંઠામાં-:
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે હિંમતનગર એ.ડિવિઝન પોલીસ દ્વારા સજા વોરંટના આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) દ્વારા આવા આરોપીઓને ઝડપી લેવા માટે સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી હતી.આ સુચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ (હિંમતનગર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કેતન.વાય.વ્યાસ (એ.ડીવીઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર) અને સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ.જાડેજા તથા તેમની ટીમે સતત વોચ રાખી આવા આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી..
તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રવિણસિંહ બાલુસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સારંગકુમાર બકીમચંન્દ્રને બાતમી મળી હતી કે હિંમતનગર ચીફ જ્યુડી મેજીસ્ટ્રેટના ફોજદારી કેસ નં. ૯૨૫૪/૨૦૨૪ ના સજા વોરંટના આરોપી રાકેશભાઇ જમનાલાલ જૈન (રહે. ૨૬, મારૂતીનગર સોસાયટી, મહાવીરનગર, હિંમતનગર, જી.સાબરકાંઠા) હાલ ગોકુલનગર ફાટક ખાતે ઉભેલા છે.આ બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ગોકુલનગર ફાટક ખાતે પહોંચી ગઈ હતી અને આરોપી રાકેશભાઇ જમનાલાલ જૈનને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેતન.વાય.વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ.જાડેજા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહમદ સલીમ ઇકબાલહુસેન,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રવિણસિંહ બાલુસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મિતરાજસિંહ રણજીતસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ નરેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદિપસિંહ વિજયસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ વિનોદસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ આઝાદકુમાર પશાભાઇ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મિતેશકુમાર કુબેરભાઇ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સારંગકુમાર બકીમચંન્દ્ર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.