देश
રાપર પોલીસને ખાનગી બાતમીના આધારે સફળતા, રૂ. ૫ હજારની દેશી બંદૂક સાથે પ૨ વર્ષીય શખ્સ પકડાયો

રાપર: બોર્ડર રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શનના અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એલ. ખટાણા સાહેબની સૂચના હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા,તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે સરણવાંઢ ગામે રહેતા ગોવિંદ ડાયાભાઈ કોલી (ઉંમર વર્ષ ૫૨)ના રહેણાક મકાનમાં તપાસ કરતાં દેશી હાથ બનાવટની એક બંદૂક મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. ૫,૦૦૦ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે બંદૂક કબજે કરી આરોપી ગોવિંદ ડાયાભાઈ કોલીને પકડી પાડી તેની વિરુદ્ધ ગુનો રજીસ્ટર નંબર ૧૧૯૯૩૦૧૦૨૬૦૫૩૨/૨૦૨૬ હેઠળ આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧)(બી) (એ) તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી બી.એસ. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.વી. કાતરિયા તથા રાપર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.