🔥 TRENDING Messi Bouli’s late strike clinches Pun... AP Government Considers Disciplinary A... Andhra Pradesh IAS Officer Charged in... Andhra Pradesh SEC releases schedule f... Gujarat Anganwadi Recruitment 2026: 6,... सूरत: बच्चों के टॉनिक के नाम पर जानवरो...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર નજીક વીજળીના ધાંધિયા: વેપારીઓ અને રહીશો પરેશાન

✍️ Reporter: Mohammad Parvej 🗓 14 Oct 2026, 11:22 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગર નજીક માલીવાડા પાણપૂર પાટિયાથી પોલજપુર પાટિયા સુધી વીજળીના વારંવાર ધાંધિયા, વેપારીઓ અને રહીશો પરેશાન

હિંમતનગર: હિંમતનગર શહેરને અડીને આવેલા માલીવાડા પાણપૂર પાટિયાથી પોલજપુર પાટિયા સુધીના વિસ્તારમાં દરરોજ સાંજ પડતાં જ વીજળી વારંવાર ડૂલ થવાની સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સાંજના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં દુકાનદારોના વેપાર-ધંધા પર અસર પડી રહી છે. બીજી તરફ, રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને પણ રોજિંદા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વીજળીના વારંવાર આવવા-જવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે વીજ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને વારંવાર વીજળી ડૂલ થવા પાછળનું કારણ શોધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ અને રહીશોની માંગ છે
📲Get App