🔥 TRENDING કૃષ્ણનગરમાં દારૂનો જથ્થો ઝડપી: 762 બોટ... Hanuman Ansh: Vishal Chaturvedi's film... Drishyam 3 sees 18% box‑office surge o... Ajay Devgn’s Drishyam 3 Crosses ₹502 C... Why Indian Science Still Misses the No... HPS Ramanthapur Hosts RISE 2026 Rocket...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વેરાવળમાં શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે ગૌશાળામાં ગાય માતાને લીલો ઘાસચારો અર્પણ

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 14 Oct 2026, 07:05 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિઅલ ટ્રસ્ટ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ જીતુભાઈ એમ. કુહાડા દ્વારા ગૌશાળામાં ગાય માતાની સેવા કરવામાં આવી હતી.

શારદીય નવરાત્રીના ત્રીજા નોરતે વેરાવળમાં ગૌ સેવાના પવિત્ર કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિઅલ ટ્રસ્ટ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ તથા વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ એમ. કુહાડા દ્વારા આ પ્રસંગે ગૌશાળા ખાતે ગાય માતાને લીલો ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો.

આ શુભ પ્રસંગે અબોલ પક્ષીઓને ચણ નાખી પુણ્યકાર્ય પણ કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ એમ. કુહાડાએ જીવદયા અને ગૌ સેવાને પરમ ધર્મ ગણાવીને આ કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના સુપુત્ર શ્રી ઇન્દ્રભાઈ જીતુભાઈ કુહાડા પણ ખાસ ઉપસ્થિત રહીને ગૌ માતાને ચારો નીરી સેવાનો અનેરો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ થાય અને સર્વે પર મા જગદંબાના આશીર્વાદ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે એમ માનતા આ સમાજ દ્વારા નવરાત્રીના દરેક દિવસે આવા પવિત્ર કાર્યોનું આયોજન કરવામાં આવે છે.
📲Get App