🔥 TRENDING સુરતમાં મનીયા ડુક્કરને ગેરકાયદે હથિયાર... एंकर कंपनी के इलेक्ट्रीशियन ने उत्पादो... रानोली में बिसलपुर पेयजल सप्लाई का समय... mathura ब्रज के लाल मनीश चौधरी ने बड़े... દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ મીણકચ્... પાટડી PSI અને DySP કચેરીના 2 કોન્સ્ટેબ...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી એસ.પી. દ્વારા રાજુલાના પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ વરુનું 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ સન્માન
Crime

અમરેલી એસ.પી. દ્વારા રાજુલાના પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ વરુનું 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ સન્માન

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 14 Oct 2026, 05:54 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિરાજભાઈ વરુને ઉત્કૃષ્ટ કામગીરી બદલ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શ્રી રવિરાજભાઈ બી. વરુને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા સરકારશ્રીની 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ સન્માન તેમને બારપટોળી ગામે પ્રતાપભાઈ ભીમભાઈની અરજીના આધારે કરવામાં આવ્યું હતું. તેમની અરજી મુજબ, તેમના માનસિક રીતે અસ્થિર પત્નીએ ઘરેણાં, જેની કિંમત આશરે પંદર લાખ રૂપિયા હતી, તે પડોશીને આપી દીધા હતા. કોન્સ્ટેબલ રવિરાજભાઈ વરુએ આ ઘરેણાં પરત મેળવીને ફરિયાદીને પરત કર્યા હતા. તેમની આ કામગીરી, સુજબુજ અને ગુનો ઉકેલવાની જહેમતની નોંધ લઈને તેમને પ્રશંસાપત્ર આપવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિરાજભાઈ વરુએ તેમની પોલીસની નોકરી દરમિયાન રાજુલા વિસ્તારમાં કરેલી કામગીરી, સાહસ અને લોકો સાથેના સકારાત્મક વ્યવહારને કારણે લોકોના હૃદયમાં ખૂબ સન્માન મેળવ્યું છે.
📲Get App