Crime
રતનપુર ગામમાં ધર્મદાની જમીનમાં ગેરકાયદે રેતી ખનન: ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
Watch on:
📘 Facebook
સંખેડા તાલુકાના રતનપુર ગામમાં ધર્મદાની જમીનમાં થઈ રહેલા ગેરકાયદે રેતી ખનનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ મુદ્દે ગામના સરપંચ અને ગ્રામજનોએ સંખેડા મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે.
સંખેડા તાલુકાના રતનપુર ગામમાં ધર્મદાની જમીનમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ફરિયાદને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે ગામના વિકાસ કાર્યો અને પર્યાવરણ પર પણ અસર પડી રહી હોવાનું ગ્રામજનોનું કહેવું છે.
આ ગંભીર મુદ્દાને વાચા આપવા અને તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે, રતનપુર ગામના સરપંચની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનોએ સંખેડા મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર સુપરત કર્યું. આવેદનપત્રમાં, ગ્રામજનોએ ધર્મદાની જમીનમાં થઈ રહેલા રેતી ખનન પર તાત્કાલિક ધોરણે રોક લગાવવાની અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો આ ગેરકાયદે રેતી ખનન બંધ નહીં થાય અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે મામલતદાર કચેરી દ્વારા તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવશે અને તાત્કાલિક ધોરણે યોગ્ય ન્યાય મળશે.