🔥 TRENDING રાજુલાની નિઃશુલ્ક હોસ્પિટલને સેવાભાવી... New Transport Authority Formed to Addr... Madhya Pradesh Patwaris Continue Swami... सागर में भीम आर्मी उपाध्यक्ष धर्मेंद्र... आजमनगर के महालदार टोला में दुर्गा पूजा... L Murugan resigns to work in Tamil Nad...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લાનું પૌરાણિક સ્મારક સમૂહ.. કલેશ્વરી ધામ

✍️ Reporter: Burhaan Sibhai 🗓 13 Oct 2026, 11:05 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રાજસ્થાન બોર્ડર થી નજીક આવેલા લવાણા ગામ પાસે આવેલું કલેશ્વરી સ્મારક કલેશ્વરીની નાળ તરીકે પ્રખ્યાત આ સ્થળ જિલ્લા મુખ્યાલય લુણાવાડા નજીક હિડંબા વન તરીકે ઓળખાતા વન્ય સમૂહ ની વચ્ચે આવેલું છે. આ સ્થાપત્યસમૂહમાં અદ્ભૂત કોતરણીવાળા મંદિરના ખંડેરો, બે વાવ, એક કુંડ, શૃંગારીક શિલ્પો તથા દેવી-દેવતાઓની કલાત્મક મુર્તિઓનો સમાવેશ થાય છે. ખંડેરો તળેટી અને ટેકરી પર આવેલા છે. તેનું નિર્માણ ૧૦મી અને ૧૬મી સદીની વચ્ચે કરવામાં આવ્યું હતું. ૧૮મી સદી બાદ કેટલાક સ્મારકોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પૌરાણિક સ્થાપત્યોને રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યાં છે. મહાશિવરાત્રી અને જન્માષ્ટમી પર વાર્ષિક આદિવાસી મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઘણા લોકો અને કલાકારો ભાગ લે છે. ગુજરાત અને અન્ય સ્થળોથી કલાકારો દ્વારા પરંપરાગત અને આદિવાસી નૃત્યો તથા લોકસંગીત રજૂ કરવામાં આવે છે.

આ મેળાનો ઉલ્લેખ પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવમાં કરવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ માનવીની ભવાઇના કેટલાક દ્રશ્યો અહીં શૂટ કરવામાં આવ્યા હતા કલેશ્વરી સમુહમાં કુલ નવ સ્મારકો રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રાજ્ય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયાં છે જેની જાળવણી અને સંભાળ ગુજરાત રાજ્યનો પુરાતત્વ વિભાગ કરે છે. કલેશ્વરી સ્મારક ની ઐતિહાસિક તથા મહાભારત સાથે જોડાયેલી છે પોતાના વનવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હોવાની લોક વાયકાઓ આ સ્મારકના ઐતિહાસ સાથે વણાયેલી છે
📲Get App