🔥 TRENDING अमेठी स्वास्थ्य विभाग की बड़ी लापरवाही... शहर में शांति व्यवस्था बनाए रखने के लि... mathura कोसीकलां में सजा अद्भुत जनकपुर... लखनऊ में आशा एवं आशा संगिनी ने वेतन के... रगभीर नगर में सड़कें खुदाई से क्षतिग्र... शहडोल में खाकी का बड़ा प्रहार: जयसिंहन...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

સાંતલપુર ખાતે પ્રથમ વખત યોજાયો ભવ્ય મેરો પશુપાલકો માટે આકર્ષક રોકડ ઇનામોની જાહેરાત

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 13 Oct 2026, 09:44 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર ખાતે પ્રથમ વખત યોજાયો ભવ્ય મેરો પશુપાલકો માટે આકર્ષક રોકડ ઇનામોની જાહેરાત
સાંતલપુર વિસ્તારના પશુપાલકો અને ગ્રામજનો સાંતલપુરના આંગણે પ્રથમ વખત એક ભવ્ય "પશુમેળા"નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
​આ ભવ્ય પશુમેળાનું આયોજન સાંતલપુર ખાતે આવેલી વૃંદાવન હોટલની સામે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી લવિંગજી સોલંકી ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી તથા પશુપાલકોનો ઉત્સાહ વધારશે.
​કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ અને આકર્ષણ:
​ સાંતલપુરના ઇતિહાસમાં આ પ્રકારનો અનોખો અને ભવ્ય પશુમેળો પ્રથમ વાર યોજાયોછે.
​રોકડ ઇનામોની શ્રેણી: પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે મેળામાં શ્રેષ્ઠ પશુઓ ધરાવતા પશુપાલકો માટે આકર્ષક ઇનામો રાખવામાં આવ્યા છે. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર પશુપાલકને ખાસ રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે.
​ઉમદા પશુધનનું પ્રદર્શન: મેળામાં વિવિધ પ્રકારના ઉત્તમ નસલના પશુઓનું પ્રદર્શન અને લે-વેચ માટેનું સુંદર માધ્યમ પૂરું પાડવામાં આવશે.
​આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર સાંતલપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ પશુપાલક ભાઈઓ, ખેડૂતો અને ગ્રામજનોને મોટી સંખ્યામાં પોતાના પશુઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા
📲Get App