🔥 TRENDING जैथरा में उड़ान फिजिकल एकेडमी ने युवाओ... अमेठी स्वास्थ्य विभाग की बड़ी लापरवाही... शहर में शांति व्यवस्था बनाए रखने के लि... mathura कोसीकलां में सजा अद्भुत जनकपुर... लखनऊ में आशा एवं आशा संगिनी ने वेतन के... रगभीर नगर में सड़कें खुदाई से क्षतिग्र...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગૌરવ લુણાવાડાનું, ગુંજ ગુજરાતમાં - ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સિદ્ધિ!

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 13 Oct 2026, 10:20 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર!

ગૌરવની એક એવી ક્ષણ, જેણે લુણાવાડાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કરી દીધું છે!

ગણેશ મહોત્સવ 2025 ના પાવન અવસરે, લુણાવાડા નગરના વોર્ડ નંબર 4 ના આપણા ગૌરવશાળી રાણા સમાજ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી અદ્ભુત અને દેશભક્તિથી ભરપૂર થીમ - "ઓપરેશન સિંદૂર" - એ સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે!


આ માત્ર એક ઇનામ નથી, આ છે આપણા સંસ્કાર, આપણી એકતા અને આપણી સર્જનાત્મકતાનું સન્માન!

દેશના વીર જવાનોની શૌર્યગાથાને ગણેશ ઉત્સવના માધ્યમથી જીવંત કરનાર આ અનોખી પ્રસ્તુતિએ સૌના દિલ જીતી લીધા છે.

આ ભવ્ય સફળતા પાછળ દિવસ-રાત જોયા વગર મહેનત કરનાર રાણા સમાજના તમામ ઉત્સાહી યુવાનો, મંડળના નિષ્ઠાવાન આયોજકો અને દરેક સભ્યને હૃદયપૂર્વક લાખ લાખ અભિનંદન અને સલામ!

તમારો આ જુસ્સો, તમારી આ મહેનત ખરેખર બિરદાવવા લાયક છે.

વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આશીર્વાદ આપણા રાણા સમાજ પર સદાય વરસતા રહે અને આપ સૌ ભવિષ્યમાં પણ આ જ રીતે આપણા લુણાવાડા અને સમાજનું નામ રોશન કરતા રહો, એવી જ મંગલ કામના!

જય ગણેશ! જય હિન્દ!
📲Get App