🔥 TRENDING मंदिर में मासूम बच्ची से छेड़छाड़ का प... मिजोरम विश्वविद्यालय में युवाओं से संव... ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ 'ਚ ਨਵੀਂ ਹਲਚਲ! PM ਮੋਦੀ ਨ... शाहजहांपुर: नवरात्रि पर मंदिरों और स्क... ભાડથર બેઠકમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જી... 🚨 BIG BREAKING NEWS | ନୀଳଗିରି, ବାଲେଶ୍...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વેસુમાં કારમાં બેઠેલી મહિલાને લૂંટવાના પ્રયાસમાં બે આરોપીઓ ઝડપાયા

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 13 Oct 2026, 11:38 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેસુ વિસ્તારમાં કારમાં બેઠેલી મહિલાને દેશી તમંચા અને ચપ્પાની અણીએ લૂંટવાના પ્રયાસમાં બે આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી હથિયારો અને ચોરીના વાહનો કબજે કરાયા છે.

વેસુ વિસ્તારમાં એક કારમાં બેઠેલી મહિલાને દેશી તમંચા અને ચપ્પાની અણીએ ધમકાવી સોનાના દાગીના તથા રોકડ રકમ લૂંટવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને વેસુ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે.

પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા બાદ તેમની પાસેથી એક દેશી તમંચો, બે જીવતા કારતૂસ અને એક ચપ્પુ કબજે કર્યું છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી ચોરીના બે વાહનો પણ પોલીસે કબ્જે કર્યા છે.

આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને લૂંટના પ્રયાસ પાછળ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામેલ છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
📲Get App