🔥 TRENDING Official Trailer of 'Chor No 1' Unveil... Uttarakhand Congress Leaders March to... Election Commission launches proactive... Rahul Gandhi, 10 Opposition Leaders As... BJP MP Anurag Thakur urges Rahul Gandh... Piyush Goyal says FTAs will unlock $85...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધારી-બગસરા હાઈવે પર સિંગતેલ ટેન્કર પલટી, હજારો લીટર તેલ રસ્તા પર અને ખેતરોમાં ઢોળાયું

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 13 Oct 2026, 01:14 AM 👁 18
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના ધારી-બગસરા હાઈવે પર ડાંગાવદર ગામ નજીક એક સિંગતેલ ભરેલું ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા રોડ પર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં હજારો લીટર તેલ રસ્તા પર અને આસપાસના ખેતરોમાં ઢોળાયું હતું.

અમરેલી જિલ્લાના ધારી-બગસરા હાઈવે પર ગત મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. ડાંગાવદર ગામ નજીક રાજકોટથી રાજુલા તરફ જઈ રહેલું સિંગતેલ ભરેલું ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર પલટી મારી ગયું હતું.

ટેન્કર પલટતાની સાથે જ તેમાં ભરેલું હજારો લીટર સિંગતેલ રસ્તા પર અને આસપાસના ખેતરોમાં ફેલાઈ ગયું હતું. રસ્તા પર તેલની નદીઓ વહેવા લાગી હતી, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ડાંગાવદર અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. લોકો પોતાના હાથમાં જે વાસણ મળ્યા - ડોલ, ડબ્બા, બોટલ, કેરબા - તે લઈને ઢોળાયેલું તેલ ભરવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો મોટી માત્રામાં તેલ ઘરભેગું કરી રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસના PI સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે, આ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિના અહેવાલ નથી.
📲Get App