🔥 TRENDING Tripura Sundari Temple to Host Diwali... Haryana Road Transport Corp to Deploy... Tripura to Hold Civic Polls on Novembe... Six Feared Dead as Helicopter Crashes... India's Census 2027 Fieldwork to Run J... South Tripura Potters Face Financial C...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા ધારદાર હથિયારોની જપ્તી, જનતાને છરી-તલવાર સોંપવા અપીલ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 13 Oct 2026, 05:55 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાણીલીમડા વિસ્તારમાં સેક્ટર-૨ હેઠળ પોલીસ દ્વારા ધારદાર હથિયારોની જપ્તી અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ જાહેર અપીલ પછી ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સેક્ટર-૨ હેઠળ આવતા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં તીક્ષ્ણ તથા ધારદાર હથિયારોના ઉપયોગથી થતા ગુનાઓને અટકાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલમાં જી.પી. એક્ટની કલમ ૧૩૫ના જાહેરનામા અન્વયે પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે, કોઈ વ્યક્તિ પાસે ગેરકાયદેસર રીતે છરી, તલવાર, ધારિયું કે અન્ય કોઈ ધારદાર અથવા ઘાતક હથિયાર હોય તો તે પોલીસને સોંપી દે.

આ જાહેર અપીલને પગલે દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા પણ સઘન પેટ્રોલિંગ, ચેકિંગ તથા તપાસ હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન વિવિધ સ્થળોએથી બિનવારસી તથા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ધારદાર હથિયારો મળી આવતા તેને કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ કબજે કરેલા હથિયારો પર કાયદેસરની કાર્યવાહી કરશે અને ગેરકાયદેસર હથિયાર ધરાવતા વ્યક્તિઓને કાનૂની કાર્યવાહીનો સામનો કરાવશે.
📲Get App