🔥 TRENDING Congress launches 'Vote Bachao Desh Ba... शिवराज सिंह चौहान धरने पर: अपनी ही सरक... Grandmother's Final Note Video Goes Vi... DTU to Host Mega Open House for Scienc... Madhya Pradesh Cabinet Passes Resoluti... पैकपार पंचायत में नशा मुक्ति के लिए कड...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે પાલિકા કચેરીમાં હંગામો, યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Local

સુરતમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે પાલિકા કચેરીમાં હંગામો, યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 07:47 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકામાં રહેણાંક ઝોનમાં ધમધમી રહેલા ગેરકાયદે કોમર્શિયલ અને ઔદ્યોગિક બાંધકામો સામે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે રજૂઆત કરવા ગયેલા એક યુવકે પાલિકા ભવનમાંથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

સુરત મહાનગરપાલિકામાં રહેણાંક ઝોનમાં ધમધમી રહેલા ગેરકાયદે કોમર્શિયલ તથા હેવી ઔદ્યોગિક બાંધકામો સામે સણિયા હેમદ અને કતારગામ વિસ્તારના સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. આજે (12 ઓક્ટોબર) સ્થાનિકો એક સમાન માંગણી સાથે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, વારંવાર રજૂઆતો છતાં અધિકારીઓએ કોઈ નક્કર પગલાં ન લેતા અને ઉડાઉ જવાબો મળતાં પરિસ્થિતિ વણસી હતી.

આ દરમિયાન, સણિયા હેમદ વિસ્તારના એક યુવકે પાલિકા ભવનના પહેલા માળેથી નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાદ પાલિકા કચેરીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી અને આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી ગેરકાયદે બાંધકામો સામે કડક પગલાં ભરી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ અહીંથી ખસવાના નથી. તેમણે જણાવ્યું હતું કે, જો અધિકારીઓથી આ સમસ્યાનું નિરાકરણ ન થતું હોય તો તેમણે રાજીનામા આપી દેવા જોઈએ. આ મુદ્દે સ્થાનિકો દ્વારા અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી ન થતાં તેમનો રોષ વધુ ભભૂક્યો હતો.
📲Get App