🔥 TRENDING Elephant wanders to Tamil Nadu dam for... Tamil Nadu CM Vijay urges Centre to re... Madhya Pradesh to Disburse Rs 502 Cror... Madhya Pradesh Launches Wild Buffalo R... Kartikeya Shivraj Elected Unopposed as... कांकेर पुलिस की बड़ी कार्रवाई, 75 से ज...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

હિંમતનગર મેડિકલ કોલેજમાં ‘રાસલીલા પ્રિ-નવરાત્રી ૨૦૨૬’ મહોત્સવ યોજાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 02:04 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે બેચ ૨૦૨૩ કમિટી દ્વારા આયોજિત ‘રાસલીલા પ્રિ-નવરાત્રી ૨૦૨૬’ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને ભારતીય સંસ્કૃતિના જતનમાં અગ્રેસર ભૂમિકા ભજવવા માર્ગદર્શન આપ્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે તા. ૧૦/૧૦/૨૦૨૬ ના રોજ બેચ ૨૦૨૩ કમિટી દ્વારા ‘રાસલીલા પ્રિ-નવરાત્રી ૨૦૨૬’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભાવી તબીબોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને સૌને આધ્યાશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી..

આ પ્રસંગે યુવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને ભારતીય સંસ્કૃતિ તથા સનાતન પરંપરાના જતનમાં યુવાનોની અગ્રેસર ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જગતજનની મા અંબાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉજ્જવળ કારકિર્દીની સફળતા મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.કાર્યક્રમનું સફળ આયોજન કરનાર સમિતિના સભ્યો દેવરાજસિંહ પરમાર, આયુષ યાદવ, આર્યરાજ પુવાર, જયદીપ ગોહિલ, અજય ગુપ્તા, નિતિન શર્મા, અર્ણવ તિવારી અને રાહિલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App