🔥 TRENDING श्रीनगर में कांग्रेस मुख्यालय के बाहर... લગ્ન કરાવી આપવાના ના નામે લોકોને ઠગતો... बलिया: पूर्व मंत्री के पुत्र रंजीत चौध... जंतर-मंतर को प्रदर्शन स्थल सूची से हटा... Cricbuzz Releases New Coverage on Zimb... INDIA Bloc Leaders Rally in Delhi Amid...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
Agriculture

પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

✍️ Reporter: Vikram L 🗓 12 Oct 2026, 01:40 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદર જિલ્લામાં નહિવત વરસાદને કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

વંદે માતરમ્

સવિનય સાથ જણાવવાનું કે, ચાલુ વર્ષમાં પોરબંદર જિલ્લામાં નહિવત વરસાદ પડવાથી ખેતીના તમામ પાકોનું ઉત્પાદન સંપૂર્ણ નિષ્ફળ જવા પામેલ છે. સામાન્ય રીતે જુન-જુલાઈ નાં સમયમાં એટલે કે અષાઢ અને શ્રાવણ મહિનામાં જે વરસાદ થવો જોઈએ, તે સંપૂર્ણપણે પડેલ જ નથી. છેલ્લો વરસાદ પણ છેક સપ્ટેમ્બર મહિનામાં માત્ર અમુક જ વિસ્તારમાં થયો હતો.

વરસાદ ખેંચાવાનાં લીધે ખેડૂતોએ વાવેલો ખરીફ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. ખેડૂતોની આખી ખરીફ મોસમ નિષ્ફળ જવાથી તેમની પાસે આર્થિક આવકનો અન્ય કોઈ સ્ત્રોત રહ્યો નથી. ઓછા વરસાદનાં કારણે જિલ્લાના પીવાના અને સિંચાઈના બધા જ ડેમો અત્યારે ખાલીખમ છે. કુવાનાં તળ પણ સંપૂર્ણ ખાલી છે અને તેમાં જરાય પાણી બચ્યું જ નથી. સિંચાઈ માટે પાણી જ ન હોવાથી આગામી રવિ પાક લેવાની પણ કોઈ જ શક્યતા રહી નથી.

આવી કપરી પરિસ્થિતિમાં લોકોની સાથે સાથે પશુધનની હાલત પણ કફોડી બની છે. જેથી, લોકોની મુશ્કેલીને ધ્યાને લઈ સરકારશ્રીનાં ધારા-ધોરણ મુજબ પોરબંદર જિલ્લાને 'દુષ્કાળગ્રસ્ત જિલ્લો' જાહેર કરી ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય આપવા વિનંતી છે. આ ઉપરાંત, માલધારીઓ અને ખેડૂતોના પશુઓ માટે મફત ઘાસચારો પૂરો પાડી જિલ્લામાં વધારે પ્રમાણમાં સરકારી ઘાસ-ડેપો ખોલવા તેમજ લોકો અને પશુઓ માટે પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા ઊભી કરવા વિનંતી છે. ખેતીનો પાક નિષ્ફળ જવાથી બેરોજગાર બનેલા ખેતમજૂરોને રોજગારી મળી રહે તે અંગેની પણ સત્વરે વ્યવસ્થા કરવા રજૂઆત છે. વધુમાં, ભાદર ભુખી ડેમમાંથી પાણી છોડવામાં આવે તો પિયત માટે ઉપયોગી થઈ શકે તેમ છે, તેમજ જ્યાં નર્મદાનાં પાણીની પાઇપલાઇન આવે છે ત્યાં વિશેષ આયોજન કરીને પોરબંદર જિલ્લાના ખાલી રહેલા તળાવો અને ચેકડેમો ભરવા માટે જરૂરી કાર્યવાહી સત્વરે કરાવવા મારી ભલામણ સહ વિનંતી છે.
પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે થયેલ નહિવત વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદની અછતને કારણે સમગ્ર જિલ્લામાં પાણીની તંગી સર્જાઈ છે, જેના પરિણામે ખેતી અને પશુધન પર ગંભીર અસર પડી છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ પોરબંદર જિલ્લાને તાત્કાલિક અસરથી 'દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાથી ખેડૂતોને સહાય અને રાહત મળી શકે છે, તેમજ પાણીની અછતને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં લઈ શકાય છે.

જિલ્લામાં પીવાના પાણી અને ખેતી માટેના પાણીના સ્ત્રોતો સુકાઈ ગયા છે. પશુઓ માટે ઘાસચારાની પણ અછત વર્તાઈ રહી છે. આ સ્થિતિ ખેડૂતો અને સામાન્ય જનજીવન માટે અત્યંત ચિંતાજનક બની રહી છે.
📲Get App