🔥 TRENDING सिकंदराराऊ: राजकमल पब्लिक स्कूल में दी... નરોડા રોડ પર જન્મદિવસ ઉજવણીમાં કેક ફેં... ਪਰਮਿੰਦਰ ਹੇਤਾ ਦੀ ਮ੍ਰਿਤਕ ਦੇਹ ਨੂੰ ਪੀਜੀਆਈ... મેઘરજ માર્ગમાં નાયરા પેટ્રોલ પંપ પાસે... એટા કલ્યાણપુરા ગ્રામ પંચાયત ચૂંટણી: જન... ਇਟਲੀ ਤੋਂ ਮੰਦਭਾਗੀ ਖ਼ਬਰ, ਪੰਜਾਬੀ ਵਿਅਕਤੀ ਦ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડીસામાં આશાપુરા સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલનું મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ઉદ્ઘાટન

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 12 Oct 2026, 08:41 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીસા ખાતે આશાપુરા સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલનું શુભારંભ બાદરસિંહ વાઘેલાના હસ્તે અને મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં સંપન્ન થયું.

ડીસા શહેરમાં આજે બાદરસિંહ વાઘેલા દ્વારા સંચાલિત આશાપુરા સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહમાં ડીસા નગરપાલિકાના પ્રેસિડેન્ટ કનુભાઈ જોશી, સમાજના અનેક અગ્રણીઓ, તેમજ મોટી સંખ્યામાં યુવા મિત્રો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. સૌએ નવા વ્યવસાય માટે બાદરસિંહ વાઘેલાને શુભેચ્છાઓ પાઠવી હતી.

આશાપુરા સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ દ્વારા ગુણવત્તાયુક્ત બાંધકામ સામગ્રી પૂરી પાડવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ નવા સાહસથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થવાની શક્યતા છે.
📲Get App