અમરેલી જિલ્લાના સાંગાડેરીથી નાના આંકડિયા વચ્ચે રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે નવો માર્ગ બનશે

ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે માર્ગના કામનું ખાતમુહૂર્ત
અમરેલી, તા. ૧૧ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી સાંગાડેરીથી નાના આંકડિયા વચ્ચે રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે નવો માર્ગ બનાવવામાં આવશે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના આ માર્ગના કામનું ખાતમુહૂર્ત ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ માર્ગનું નિર્માણ પૂર્ણ થતાં સાંગાડેરી અને નાના આંકડિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને અવરજવરમાં સુવિધા મળશે. માર્ગ સુવિધા વધુ સુદૃઢ બનવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને દૈનિક અવરજવર, વાહનવ્યવહાર તથા સ્થાનિક જરૂરિયાતો માટે વધુ સરળતા રહેશે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ માળખાકીય સુવિધાઓના વિકાસ અને વિસ્તરણ માટે હાથ ધરવામાં આવતાં વિવિધ કામો અંતર્ગત આ માર્ગનું નિર્માણ પણ મહત્વપૂર્ણ બની રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડેનીભાઇ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, તાલુકા પંચાયતના ચેરમેન શ્રી અરવિંદભાઈ કાકડીયા, અગ્રણી શ્રી મનસુખભાઈ ગાંગડીયા, શ્રી મધુભાઈ હરખાણી, શ્રી મુકેશભાઈ બગડા, ગામના સરપંચ શ્રી નટુભાઈ સહિતના આસપાસના ગામના સરપંચશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.