🔥 TRENDING Mangalore officials to draft checklist... Karnataka CM DK Shivakumar says Congre... Rajasthan BJP Announces First-Phase Pa... NDTV Provides Live Updates on Devegane... જામનગરમાં જિયો-બીપીના પેટ્રોલ-ડીઝલના ભ... Delhi Court Allows Google, WhatsApp, B...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કઠલાલ તાલુકાના રવદાવત ગામ છલુજીની મુવાડીગામે. વિશાળ અજગરનુ. રેસ્ક્યુ. સફળ કરુ

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 12 Oct 2026, 11:14 AM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કઠલાલ તાલુકાના રવદાવત છલુજીની મુવાડી ગામે વિશાળ અજગરનું સફળ રેસ્ક્યુ
જીવદયાપ્રેમી બકુલસિંહ ભેમસિંહ રાઠોડ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરી જીવ બચાવાયો
કઠલાલ: કઠલાલ તાલુકાના રવદાવત તાબે આવેલા છલુજીની મુવાડી ગામમાં રાઠોડ જાલમસિંહ વજેસિંહના ડાંગરના પાકમાં વિશાળ અજગર સાપ જોવા મળતાં સ્થાનિક લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. આ અંગે જીવદયાપ્રેમી અને સાપના રેસ્ક્યુ કાર્ય સાથે સંકળાયેલા બકુલસિંહ રાઠોડને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ બકુલસિંહ ભેમસિંહ રાઠોડ દ્વારા સ્થળ પર પહોંચી અજગરનું સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સાપને કોઈ નુકસાન ન થાય અને લોકો પણ સુરક્ષિત રહે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
જીવદયા અને પ્રકૃતિ સંરક્ષણના હેતુથી કરવામાં આવેલી આ કામગીરી બદલ સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ ટીમની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. સાપ જેવા વન્યજીવોનું રક્ષણ કરવું અને લોકોમાં તેમના પ્રત્યે જાગૃતિ ફેલાવવી એ પર્યાવરણના સંતુલન માટે મહત્ત્વપૂર્ણ છે.
રેસ્ક્યુ ટીમ: બકુલસિંહ ભેમસિંહ રાઠોડ
સ્થળ: છલુજીની મુવાડી, રવદાવત, તાલુકો કઠલાલ, જી ખેડા
સંપર્ક: 9624797308
📲Get App