🔥 TRENDING ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના... श्राद्ध पक्ष समाप्त, पंजाबी दर्जी की द... दुर्गा पूजा से पहले नवादा में पुलिस की... ਹੁਸ਼ਿਆਰਪੁਰ: ਪੁਲਿਸ ਨੇ ਨਸ਼ੀਲੀਆਂ ਗੋਲੀਆਂ ਸ... સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમા... Tamil Nadu CM Vijay to visit Kanaka Du...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાર્મિક સ્થળોએ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ૩ આરોપીઓ ઝડપાયા, ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 11:24 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિવિધ રાજ્યોમાં ધાર્મિક સ્થળોએ ચોરી કરતી હરિયાણાની આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ. ૧૧,૨૩,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે..

વિવિધ રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળોએ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. આ ગેંગ હરિયાણા રાજ્યની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂ. ૧,૦૨,૫૦૦/- , મોબાઈલ ફોન અને એક અલ્કાઝાર ગાડી મળી કુલ રૂ. ૧૧,૨૩,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીના પગલે ચોરીના કુલ ૬ વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ ગુન્હાઓ બહાર આવે તેવી શક્યતા છે.આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલની કબજેગીરી બાદ પોલીસે તેમની પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા છે.આ ગેંગ દ્વારા અન્ય કયા સ્થળોએ ગુન્હાઓ આચરવામાં આવ્યા છે તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
📲Get App