🔥 TRENDING Dry Weather to Persist Across Jammu Ka... Sajad Lone Labels Delhi‑Srinagar Bus A... Rahul Gandhi questions Modi, Shah in G... Rahul Gandhi decries vote‑stealing in... Goa HSSC 2026 Results Declared; Consol... 73 વર્ષીય વૃદ્ધની હત્યા: રાજુલા મોરંગી...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી પોલીસે ૪૧ લાખથી વધુ કિંમતના પોશડોડા સાથે એકને ઝડપ્યો, કુલ ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 05:42 PM 👁 30
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા LCB પોલીસે નાકાબંધી દરમિયાન એક મહિન્દ્રા સ્કોર્પીયો ગાડીમાંથી ૨૭૮.૭૭ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે કુલ ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

અરવલ્લી જિલ્લા LCB પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા LCB પોલીસે શામળાજી નજીક નાકાબંધી દરમિયાન એક મહિન્દ્રા સ્કોર્પીયો ગાડીને રોકી તલાશી લીધી હતી. પોલીસને ગાડીમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહેલા ૨૭૮.૭૭ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹૪૧,૮૧,૫૫૦/- આંકવામાં આવી છે..

પોલીસે ગાડીમાંથી પોશડોડા ઉપરાંત એક મેગેઝીન,૨ જીવતા કારતૂસ અને અન્ય કેટલીક ચીજવસ્તુઓ પણ કબજે કરી છે.પોલીસે કુલ મળીને ₹૫૦,૦૧,૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આ મામલે એક ઈસમને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અરવલ્લી LCB ટીમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
📲Get App