🔥 ट्रेंडिंग सांचौर में शराब के पैसे न देने पर दुका... बंघारा चौक पर सड़क दुर्घटना में एक की... બાલાસિનોરમાં શ્રીનાથજી સોસાયટીમાં પરંપ... સુરતમાં માતા સાથે આઈસ્ક્રીમ ખાવા ગયેલી... Richa वार्ड नंबर 2 में बदहाली से परेशान लोग,...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
बिज़नेस

📢 વેપારીઓને ચેતવણી: રાજકોટની પાચન એન્ટરપ્રાઇઝ સામે ફ્રોડના આક્ષેપ સાથે સાવચેત રહેવા અપીલ

✍️ रिपोर्टर: Sangani Viraj Ashokbhai 🗓 12 अक्टू. 2026, 09:17 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેપારીઓને ચેતવણી

રાજુલામાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરતા 'અમર કૃપા સેલ્સ એજન્સી' દ્વારા સૌરાષ્ટ્રના તમામ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સ માટે એક મહત્ત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

અહેવાલ મુજબ, રાજકોટ (નવાગામ) ખાતે આવેલા 'પાચન એન્ટરપ્રાઇઝ' (જેઓ વૃજ મસાલાના સુપર સ્ટોકિસ્ટ છે) ના સંચાલક અભિજિતભાઈ પાઉ સાથે લેવડ-દેવડમાં સાવધાની રાખવા જણાવાયું છે. અમર કૃપા સેલ્સના જણાવ્યા અનુસાર, તેમણે વૃજ મસાલાનો માલ પાછો મોકલેલ છે, પરંતુ ૧ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં માલ રિટર્નનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી.

વધુમાં આક્ષેપ કરાયો છે કે અભિજિતભાઈ ફોન કોલ્સ ઉપાડવાનું બંધ કરી દીધું છે અને કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી. જેથી અન્ય કોઈ વેપારી સાથે આવી છેતરપિંડી કે આર્થિક નુકસાન ન થાય તે માટે તેમની સાથે ડીલિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવા વિનંતી કરાઈ છે.
📲Get App