Crime
અરવલ્લી જિલ્લામાં ૨૭૮ કિલો પોશડોડા સાથે રૂ. ૪૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત..
અરવલ્લી જિલ્લામાં પોલીસે એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહેલા ૨૭૮.૭૭ કિલોગ્રામ પોશડોડા જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત આશરે ₹૪૧,૮૧,૫૫૦/- આંકવામાં આવી છે..
અરવલ્લીમાં-:
પોલીસ દ્વારા એક ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. પોલીસે એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર પોશડોડા ઝડપી પાડ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ૨૭૮.૭૭ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો,જેની અંદાજિત કિંમત ₹૪૧,૮૧,૫૫૦/- થાય છે.પોલીસે આ ગાડીમાંથી એક મેગેઝીન,૨ જીવતા કારતૂસ અને અન્ય કેટલીક ચીજવસ્તુઓ પણ કબજે કરી છે.આ તમામ મુદ્દામાલ મળીને કુલ ₹૫૦,૦૧,૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે આ સફળતાપૂર્વક પાર પાડેલી કામગીરી બદલ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે..
આ કાર્યવાહીથી રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ વિભાગની સતર્કતા અને કાર્યક્ષમતા પુરવાર થઈ છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર પોશડોડા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે.