🔥 TRENDING Yingkiong Town on High Alert as Anti-D... Arunachal Congress Rejects Forced Sian... Record-Breaking Rains Flood Jammu; Dep... J&K Govt Imposes 21‑Day Deadline for F... सीहोर में आदिवासियों के घर तोड़े गए, प... Six Engineers Assigned Extra Duties, O...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીના રાજીનામાની માંગ સાથે પુતળા દહન

✍️ Reporter: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 12 Oct 2026, 05:45 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે વિશાળ પદયાત્રા યોજી સિવિલ સર્કલ ખાતે પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મોતીપુરા કોંગ્રેસ કાર્યાલયથી વિશાળ પદયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રા મોતીપુરા કોંગ્રેસ કચેરીથી શરૂ થઈ સર્કલ બસ સ્ટેન્ડ થઈ સિવિલ સર્કલ ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. કાર્યક્રમના અંતે કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા દેશના મુખ્ય ચૂંટણી અધિકારીનું પુતળા દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન અને પદયાત્રામાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રામજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી પ્રિયવદન સહિત અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
📲Get App