🔥 TRENDING Grand Maharaja Agrasen Jayanti Process... Jaipur ka sab se bada dandiya event पीलवा पंचायत समिति सदस्य पद हेतु विमला... ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના... श्राद्ध पक्ष समाप्त, पंजाबी दर्जी की द... दुर्गा पूजा से पहले नवादा में पुलिस की...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીએ હિંમતનગરના મતદાન મથકોની મુલાકાત લીધી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 11:28 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર તાલુકાના મતદાન મથકોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી..

સાબરકાંઠામાં-:
ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુએ મતદાર યાદીની સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશના ભાગરૂપે તેમણે હિંમતનગર તાલુકાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી..

આ મુલાકાત દરમિયાન લલિત નારાયણ સિંઘ સાંદુએ મતદાન મથકો પર ચાલી રહેલી કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત કર્મચારીઓ સાથે ચર્ચા કરી અને મતદાર યાદીને સુધારવા તથા અપડેટ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ખાસ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને વધુ સચોટ અને અદ્યતન બનાવવાનો છે,જેથી આગામી ચૂંટણી પ્રક્રિયા સરળ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થઈ શકે. અધિકારીની આ મુલાકાતથી કર્મચારીઓને પ્રોત્સાહન મળ્યું હતું.
📲Get App