🔥 TRENDING GST Deputy Commissioner Rajesh Kumar G... Massive Protest Demanding Re-inclusion... સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓ... जंतर-मंतर पर विरोध प्रदर्शन: अपनी मांग... पुन्हाना CIA ने 2022 के पुराने मामले म... पोषण ट्रैकर में बिहार में दूसरा स्थान:...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૧૪ વર્ષથી અપહરણ થયેલ સગીર વયની ભોગ બનનારને ૬૦૦ કિ.મી. દૂરના બાંસવાડાના જંગલમાંથી શોધી કાઢતી અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 12 Oct 2026, 06:16 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૧૪ વર્ષથી અપહરણ થયેલ સગીર વયની ભોગ બનનારને ૬૦૦ કિ.મી. દૂરના બાંસવાડાના જંગલમાંથી શોધી કાઢતી અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

_અમરેલી, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ -_ અમરેલી જિલ્લા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું સરાહનીય કાર્ય કર્યું છે.

૧૪ વર્ષ પહેલા અપહરણ થયેલ સગીર વયની ભોગ બનનારને અમરેલી AHTU ની ટીમે સઘન તપાસ અને બાતમીના આધારે ૬૦૦ કિલોમીટર દૂર રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જંગલ વિસ્તારમાંથી શોધી કાઢી છે.

પોલીસે ભોગ બનનારનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

*કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ:*
- પ્રકાશભાઈ ટાપરીયા, UASI બ.નં. ૬૨૬
- વિજયભાઈ મહાજન, AASI બ.નં. ૪૧૮
- નીતાબેન કુંડાળીયા, WUPC બ.નં. ૧૪૧૯

અમરેલી જિલ્લા પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી છે.
📲Get App