अपराध
અરવલ્લી પોલીસે આંતરરાજ્ય ચોરી ગેંગના ૩ આરોપીઓને ઝડપી પાડ્યા, ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે..
અરવલ્લી પોલીસે વિવિધ રાજ્યોમાં ધાર્મિક સ્થળોએ ચોરી કરતી હરિયાણાની આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ. ૧૧,૨૩,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે..
અરવલ્લી જિલ્લા પોલીસે એક મોટી સફળતા મેળવી છે.પોલીસે વિવિધ રાજ્યોમાં ધાર્મિક સ્થળોએ ચોરી કરતી હરિયાણા રાજ્યની એક આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ રૂ. ૧,૦૨,૫૦૦/- , મોબાઈલ ફોન અને એક અલ્કાઝાર ગાડી મળી કુલ રૂ. ૧૧,૨૩,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે..
પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીના પગલે ચોરીના કુલ ૬ વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.આ ગુન્હાખોરો માત્ર ધાર્મિક સ્થળોને નિશાન બનાવતા હતા અને રાજ્ય બહાર પણ ચોરીઓની ઘટનાઓને અંજામ આપતા હતા.આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી બાદ પોલીસ વિભાગ દ્વારા આ ટીમને તેમની બહાદુરી અને કાર્યક્ષમતા બદલ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે.આ સફળતાથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના વધી છે.