🔥 TRENDING Drought grips three Indian states, two... Sai Sudharsan Injured in Ranji Trophy... MCC NEET UG 2026 Stray Vacancy Round O... Tamil Nadu charts $1.5 trillion growth... D P Abhushan Launches 3,000‑Sq‑Ft Show... सुल्तानपुर के ब्राहिमपुर सरैया माफी गा...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં નવરાત્રી પહેલાં હોટલ, ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરો પર પોલીસનો સપાટો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 11:42 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોટલ, ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરો પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે..

સાબરકાંઠામાં-:
આગામી નવરાત્રીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને, કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાઓના પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એમ ઝાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો,ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરો પર ચેકિંગ કરવામાં આવ્યું.આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાનો અને જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો છે..

આ દરમિયાન પોલીસ ટીમો દ્વારા સંબંધિત સ્થળોના રેકોર્ડ, ગ્રાહકોની નોંધણી,ઓળખના પુરાવા તેમજ જરૂરી લાઇસન્સ અને મંજૂરીઓની ચકાસણી કરવામાં આવી.કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સંચાલકોને કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવી ચેકિંગ કામગીરી ચાલુ રાખવામાં આવશે..

જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય. જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
📲Get App