🔥 ट्रेंडिंग Hindu bhai ke parw विरोधी दलों ने दिल्ली में किया बड़ा मा... गोरखपुर में पाँच घंटे का बिजली कटौती,... बारिश के बाद दिल्ली मेट्रो में सेवा कट... *श्री सनातन धर्म रामलीला समिति, नोएडा... सीजेपी ने कहा दिल्ली पुलिस ने डिपके को...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે રૂ. ૩.૫૦ કરોડથી વધુના ખર્ચે ચાડીયા-મેડી રોડના રિસર્ફેસીંગનું ખાતમુહૂર્ત

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 12 अक्टू. 2026, 10:18 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે રૂ. ૩.૫૦ કરોડથી વધુના ખર્ચે ચાડીયા-મેડી રોડના રિસર્ફેસીંગનું ખાતમુહૂર્ત

બે ગામને જોડતા માર્ગના સર્ફેસીંગથી ખેડૂતો અને ગ્રામજનોની અવરજવર વધુ સુગમ બનશે


અમરેલી, તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬
અમરેલી જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આશરે રૂ. ૩.૫૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર ચાડીયા-મેડી રોડના રિસર્ફેસીંગના કામનું ખાતમુહૂર્ત ઉર્જા અને કાયદા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

અંદાજિત ૭.૦૦ કિલોમીટર લાંબા આ માર્ગના રિસર્ફેસીંગથી વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોની અવરજવરમાં સુવિધા વધશે. માર્ગની ગુણવત્તામાં સુધારો થવાથી દૈનિક પરિવહન વધુ સરળ બનશે તેમજ ખેડૂતોને ખેતપેદાશોની હેરફેરમાં પણ સુગમતા મળશે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સહિતની પાયાની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ચાડીયા-મેડી રોડનું રિસર્ફેસીંગ પણ આ દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે. આ માર્ગના કામથી સ્થાનિક નાગરિકોની અવરજવર વધુ સુવિધાજનક બનવાની સાથે ગ્રામ્ય વિસ્તારોની કનેક્ટિવિટી પણ વધુ મજબૂત બનશે.

ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધાઓ એ વિકાસનું મહત્વપૂર્ણ પરિબળ છે. સારા માર્ગો થકી ગામડાંઓની શહેરો સાથેની કનેક્ટિવિટી મજબૂત બને છે, ખેડૂતોને ખેતપેદાશોના પરિવહનમાં સરળતા રહે છે તેમજ વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને અન્ય નાગરિકોની અવરજવર સુગમ બને છે. માર્ગ સહિતની પાયાની સુવિધાઓના વિકાસથી ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ મળે છે અને ગ્રામ વિકાસના સંકલ્પને વધુ મજબૂતી પ્રાપ્ત થાય છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષ ભાઈ અકબરી, તાલુકા પંચયાતના સભ્ય શ્રી આશિષભાઈ દેવમુરારી, ચાડિયા અને મેડીના સરપંચશ્રીઓ, અગ્રણી શ્રી મનસુખભાઈ ગાંગડિયા, શ્રી મધુભાઈ હરખાણી, શ્રી હરેશભાઈ ખુમાણ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App