🔥 ट्रेंडिंग सीतापुर: वीआईपी रोड पर बाइक स्टंट करती... विश्व बैंक ने पाया: भारत के धनी 10% की... आलोचकों ने 'विकसित भारत 2047' को आत्म-... फ्रंटलाइन मैगज़ीन ने G.N. सैब्बा के उप... भारत ने चेताया: ट्रम्प के व्यापार युद्... कन्नड़ विज्ञान‑फाई सीक्वेल 'लम्बोधरा 2...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

વડોદરા: શિનોર તાલુકા પંચાયતના આઉટસોર્સ એન્જિનિયર અને ખાનગી વ્યક્તિ રૂ. ૨૫,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

✍️ रिपोर्टर: KEYUR PATEL 🗓 12 अक्टू. 2026, 09:14 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા એ.સી.બી. દ્વારા શિનોર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન હેઠળ કાર્યરત સીવીલ એન્જિનિયર અને એક ખાનગી વ્યક્તિને રૂ. ૨૫,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કરવામાં આવી હતી.

વડોદરા શહેર એ.સી.બી. દ્વારા શિનોર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન હેઠળ આઉટસોર્સ પર ફરજ બજાવતા સીવીલ એન્જિનિયર નીધીબેન રમેશભાઇ તડવી અને એક ખાનગી વ્યક્તિ આશુતોષ ઉમાકાન્ત પાઠકને રૂ. ૨૫,૦૦૦ ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી એક સીવીલ કોન્ટ્રાક્ટર છે અને તેઓએ શિનોર તાલુકાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. આ કામના કુલ બીલના ૯ ટકા લેખે રૂ. ૨૫,૦૦૦ ની લાંચની માંગણી આરોપી એન્જિનિયર નીધીબેન તડવી દ્વારા કરવામાં આવી હતી. જો લાંચની રકમ ન આપવામાં આવે તો બીલ અટકાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ વડોદરા શહેર એ.સી.બી.નો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. એ.સી.બી. દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન મુજબ, આરોપી એન્જિનિયરે લાંચની રકમ આરોપી ખાનગી વ્યક્તિ આશુતોષ પાઠકને આપવાનું જણાવ્યું હતું.

જેથી આરોપી આશુતોષ પાઠક દ્વારા રૂ. ૨૫,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી શ્રી એ.એન.પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App