🔥 TRENDING સરોલી રિંગ રોડની જર્જરિત હાલત: વાહનચાલ... रानीगंज पुलिस ने 50 लीटर देसी शराब के... આજરોજ અમરેલી નગરપાલિકા ખાતે पटना में नवरात्रि की द्वितीया तिथि पर... बारिश के कारण गाँव का पुल टूटा, आवागमन... અમરેલીની સ્કેટિંગ પ્લેયર રાજવી ધડૂક ખે...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લામાં ધુનાવાડા–સીતપુરની સરકારી માધ્યમિક શાળાના સ્થળાંતરના પ્રશ્ન અંગે કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાની ગ્રામજનો સાથે મુલાકાત

અરવલ્લી જિલ્લામાં ધુનાવાડા–સીતપુરની સરકારી માધ્યમિક શાળાના સ્થળાંતરના પ્રશ્ન અંગે કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાની ગ્રામજનો સાથે મુલાકાત

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 12 Oct 2026, 07:30 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધુનાવાડા–સીતપુર વિસ્તારમાં આવેલી સરકારી માધ્યમિક શાળાના સ્થળાંતર અંગે ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાએ સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા.

ગ્રામજનો દ્વારા શાળાના સ્થળાંતરના નિર્ણય અંગે રજૂ કરવામાં આવેલી બાબતોને કલેક્ટરશ્રીએ ગંભીરતાથી સાંભળી હતી. શાળાના સ્થળાંતરને કારણે આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પડનારી સંભવિત મુશ્કેલીઓ અને શૈક્ષણિક સુવિધાઓ પર થનારી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાએ ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનો સર્વે કરી સીતપુર ખાતે માધ્યમિક શાળા શરૂ કરવા જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત તંત્રના અધિકારીઓને સૂચના આપી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતો જળવાઈ રહે અને સ્થાનિક સ્તરે ઊભા થયેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે દિશામાં કાર્યવાહી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.

કલેક્ટરશ્રીની સ્થળ મુલાકાત અને ગ્રામજનો સાથેના સીધા સંવાદથી શાળાના સ્થળાંતર અંગેની રજૂઆતો વહીવટી તંત્ર સમક્ષ પહોંચતાં આ પ્રશ્નના યોગ્ય નિરાકરણ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App