વિકાસના દાવા મોટા, પણ આંગણવાડી પાસે ગંદકીના ઢગલા
यहाँ देखें:
▶️ YouTube
રાજકોટના કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ પાસે મેલડી માતાના મંદિર નજીક આવેલી આંગણવાડી પાસે રોડ પર ગંદકી ખદબદી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સવાલ એ છે કે ગંદકી અને દુર્ગંધ વચ્ચે નાનાં ભૂલકાંઓના ભવિષ્યનું સિંચન કેવી રીતે થશે? હવે રાજકોટ મહાનગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે તે જોવું રહ્યું.
સવાલ એ છે કે ગંદકી અને દુર્ગંધ વચ્ચે નાનાં ભૂલકાંઓના ભવિષ્યનું સિંચન કેવી રીતે થશે? હવે રાજકોટ મહાનગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે તે જોવું રહ્યું.