Crime
મધ્યપ્રદેશ: લેપા ગામ હત્યાકાંડનો મુખ્ય આરોપી રામસિંહ તોમર ઝડપાયો
મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં લેપા ગામે થયેલી 6 લોકોની હત્યાના કેસમાં ફરાર મુખ્ય આરોપી રામસિંહ તોમરને ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો છે. આરોપી પર 30,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું.
મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ગામમાં થયેલી 6 લોકોની હત્યાના મુખ્ય આરોપી રામસિંહ તોમરની ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરી છે. આ આરોપી પર 30,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. આ ઘટના જમીન વિવાદની અદાવતમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ બની હતી, જેમાં એક જૂથે બીજા જૂથ પર ગોળીબાર કર્યો હતો.
આ ગોળીબારમાં કુલ 6 લોકોના મોત થયા હતા, જેમાં 3 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યાકાંડનો બદલો લેવાના હેતુથી કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં રામસિંહ તોમરના કાકા વીરભાણસિંહ તોમર અને મોટા કાકા શોભરણસિંહ તોમરની હત્યા રણજીતસિંહ તોમર અને તેના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.
જેના કારણે રામસિંહ તોમર અને તેના પરિવારના સભ્યો રણજીતસિંહ તોમર અને તેના પરિવારની હત્યા કરવાની તક શોધી રહ્યા હતા. આખરે, રણજીતસિંહ તોમરના પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે જ્યારે પરિવારજનો ગામમાં એકત્ર થયા હતા, ત્યારે રામસિંહ તોમર અને તેના સાગરિતોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મુખ્ય આરોપી રામસિંહ તોમરની ધરપકડ બાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે.