🔥 TRENDING Elephant wanders to Tamil Nadu dam for... Tamil Nadu CM Vijay urges Centre to re... Madhya Pradesh to Disburse Rs 502 Cror... Madhya Pradesh Launches Wild Buffalo R... Kartikeya Shivraj Elected Unopposed as... कांकेर पुलिस की बड़ी कार्रवाई, 75 से ज...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી: દેશી દારૂના વેચાણથી કંટાળી મહિલાઓ રણચંડી બની, દારૂની પોટલીઓનો નાશ કર્યો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 12 Oct 2026, 02:15 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના નાજાપુર ગામે દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણથી કંટાળી 20 થી 25 જેટલી મહિલાઓ એકઠી થઈ હતી અને દારૂ વેચાતા સ્થળે જનતા રેડ કરી દારૂની પોટલીઓનો નાશ કર્યો હતો.

અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના નાજાપુર ગામે દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણથી કંટાળી મહિલાઓ રણચંડી બની છે. ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ થતું હોવાથી અનેક પરિવારોમાં કંકાસ અને આર્થિક તકલીફો ઉભી થઈ હતી.

અનેક વખત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા આજે બપોરે ગામની 20 થી 25 જેટલી મહિલાઓ એકઠી થઈ હતી અને દેશી દારૂ વેચાતા સ્થળે જનતા રેડ કરી હતી. મહિલાઓએ સ્થળ પરથી દેશી દારૂની પોટલીઓ કબ્જે કરી તેનો નાશ કર્યો હતો.

ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, દારૂના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા કાયમી ધોરણે આવા અડ્ડા બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડિયા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
📲Get App