🔥 TRENDING हाईकोर्ट का बड़ा फैसला यूपी में अब विक... తణుకు: పాస్టర్ల గౌరవ వేతనం - దరఖాస్తుల... હિંમતનગર નજીક બે અલગ-અલગ અકસ્માતમાં એક... दुर्गा पूजा पंडाल लगभग तैयार,Telco क्ष... వేల్పూరు మాజీ సర్పంచ్ దత్తుడు మృతికి శ... सदरी ग्राम पंचायत के विकास का संकल्प:...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર અને ઇડર બસ સ્ટેન્ડ પર ગ્રામ હાટનો શુભારંભ: ગ્રામીણ મહિલાઓને મળશે વેચાણ માટે નવું પ્લેટફોર્મ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 07:14 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સ્વસહાય જૂથો સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓના ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે હિંમતનગર અને ઇડર બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ હાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે..

સાબરકાંઠામાં-:
ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાના ઉમદા હેતુ સાથે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.હિંમતનગર અને ઇડર ખાતે આવેલા બસ સ્ટેન્ડ પરિસરમાં ગ્રામ હાટનો શુભારંભ કરાવવામાં આવ્યો છે.આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસહાય જૂથો સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતા વિવિધ ઉત્પાદનોને યોગ્ય બજાર અને વેચાણ માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે.આ ગ્રામ હાટ દ્વારા મહિલાઓને તેમના ઘરઆંગણે જ તેમના ઉત્પાદનોનું વેચાણ કરવાની સુવિધા પ્રાપ્ત થશે. સ્થાનિક સ્તરે ઉત્પાદિત થયેલી વસ્તુઓ જેમ કે ગૃહઉદ્યોગના ઉત્પાદનો,કૃષિ આધારિત વસ્તુઓ અને અન્ય હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અહીં થઈ શકશે.આનાથી મહિલાઓને આર્થિક લાભની સાથે સાથે તેમના કૌશલ્યોને વધુ નિખારવાની અને આત્મવિશ્વાસ વધારવાની તક પણ મળશે..

આ પહેલ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળવાથી રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે સાથે ગ્રામીણ કારીગરો અને ઉદ્યોગસાહસિકોને પણ વેગ મળશે. આશા છે કે આ ગ્રામ હાટ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
📲Get App