🔥 TRENDING અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં મિલ્કમિસ્ટ... મેઘાણી નગર પોલીસે ઘરફોડ અને વાહન ચોરીન... माण्डा खास: थाने के चौकीदार द्वारा फल... નવરાત્રિના પ્રથમ નોરતે ચોટીલા ચામુંડા... આણંદમાં પત્રકાર ઈમરાન વહોરા પર ઓફિસમાં... बीजनी महोत्सव 2026: आकाश आठ चैनल के वि...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરાઈવાડીમાં ઝઘડા બાદ યુવકનું મોત: મારામારીમાં નીચે પટકાયા બાદ તબિયત લથડી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Oct 2026, 11:15 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરાઈવાડીના મહાલક્ષ્મીનગર વિસ્તારમાં બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 24 વર્ષીય યુવક અક્ષયનું મોત થયું છે. ઝઘડા બાદ નીચે પટકાયેલા યુવકને વહેલી સવારે લોહીની ઊલટી થતાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં રસ્તામાં તેનું મૃત્યુ થયું.

અમરાઈવાડીમાં મહાલક્ષ્મીનગરના ગેટ પાસે થયેલી બોલાચાલી બાદ મારામારીમાં 24 વર્ષીય અક્ષય નામના યુવકનું મોત થયું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદ મુજબ, ઝઘડા દરમિયાન અક્ષય નીચે પટકાયો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે ચાલીને ગયો હતો, પરંતુ વહેલી સવારે તેની તબિયત લથડતાં તેને લોહીની ઊલટી થવા લાગી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, 8 ઓક્ટોબર, ગુરુવારના રોજ સાંજે 7:30 વાગ્યે અક્ષયનો પરેશ ઉર્ફે લતીફ સાગઠિયા અને તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ અક્ષય નીચે પટકાયો હતો. આ ઘટનાના બીજા દિવસે, 9 ઓક્ટોબરની વહેલી સવારે 4:30 વાગ્યે અક્ષયને લોહીની ઊલટી થવા લાગી.

તેના મિત્ર નયને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અને અક્ષયને એલ.જી. હોસ્પિટલ લઈ ગયો. સવારે 6:30 વાગ્યે અક્ષયની બહેનને આ ઘટનાની જાણ કરવામાં આવી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારામારી અને ત્યારબાદ થયેલી પરિસ્થિતિને કારણે યુવકના મોતની આશંકા સેવાઈ રહી છે. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
📲Get App