🔥 ट्रेंडिंग डेक्कन क्रॉनिकल ने राजामौली को टोल्यूल... जेलर 2 की टिकट कीमत बढ़ाने पर चर्चा छि... विजय देवराकोंडा ने अपनी फिल्मों के टिक... दिल्ली पुलिस ने गुरुद्वारे में बिना टो... सुप्रीम कोर्ट आज सुनेंगे अपमान याचिका रिमा दास की फिल्म 'नॉट ए हीरो' का बुसा...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીરમગામમાં પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જતી બોલેરો પિકઅપ ગાડી ઝડપાઈ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 11 अक्टू. 2026, 08:54 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ત્રણ પશુઓને ઘાસચારા અને પાણીની સુવિધા વિના બાંધીને લઈ જવાતા હોવાનો આક્ષેપ વીરમગામમાં રેલવે ફાટક ત્રણ રસ્તા પાસેથી વીરમગામ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી એક બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવાતાં ત્રણ પશુઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં.મળતી માહિતી મુજબ, બોલેરો પિકઅપ ગાડીમાં ત્રણ પશુઓને ઘાસચારા તથા પાણીની કોઈ સુવિધા રાખ્યા વિના લઈ જવાતા હતા. પશુઓના ગળાના ભાગે ટૂંકા દોરડા વડે એવી રીતે બાંધવામાં આવ્યાં હતાં કે તેમને શારીરિક ત્રાસ સહન કરવો પડે અને તેઓ દયનીય હાલતમાં અસહ્ય દુખ સહન કરે.આ મામલે વીરમગામ ટાઉન પોલીસે આરોપી સદર સલમ ઉર્ફે સલમાન કમસીભાઈ જત, રહે. પાગડિયા, ભુજ, કચ્છ વિરુદ્ધ પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વીરમગામ ટાઉન પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App