🔥 TRENDING शिवपुरी: मुद्रा योजना के सहारे अमन मित... આનંદ એલ. સી .બી . ની મોટી કાર્યવાહી નવ... बिहार में सड़क दुर्घटना में दो की मौत,... Mata rani ki sthapna gram imaliyanaren... देवरिया के अहिल्यापुर में मां के स्थान... जारंग ईस्ट से जारंग शिव मंदिर तक निकली...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં 'મહેંદીકૃત રામાયણ' પ્રદર્શન યોજાયું

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Oct 2026, 08:39 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે ‘મહેંદીકૃત એક્ઝિબિશન’નું આયોજન કરાયું, જેમાં 'મહેંદીકૃત રામાયણ' મુખ્ય આકર્ષણ બન્યું.

સુરતની જાણીતી વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં એક અનોખા ‘મહેંદીકૃત એક્ઝિબિશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદીકલ્ચરના સહ-સ્થાપક નિમિષા પારેખ દ્વારા આયોજિત આ એકદિવસીય પ્રદર્શન કલાપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ પ્રદર્શનનું સૌથી મોટું આકર્ષણ 'મહેંદીકૃત રામાયણ' રહ્યું હતું. નિમિષા પારેખે ભારતીય સંસ્કૃતિ અને લોકકલાનો અદભુત સમન્વય સાધીને રામાયણના 51 પાવન પ્રસંગોને વારલી ચિત્રકલાના માધ્યમથી મહેંદી દ્વારા કેન્વાસ પર કંડાર્યા છે.

આ કલાકૃતિઓને પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત કરવામાં આવી છે, જે ભારતીય કલા અને ધાર્મિક ગ્રંથોના સંગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
📲Get App