🔥 TRENDING भागलपुर में शारदीय नवरात्र का शुभारंभ:... बिडवार प्रीमियर लीग: यूनिक अवेंजर्स और... 48 घंटे में 28 पटवारी सस्पेंड 137 को क... बलिया लोक उत्सव में भाजपा नेता अजय शंक... બગસરા પોલીસને 14 વર્ષ જૂના અપહરણ કેસમા... सुमेरपुर के बाबा गांव में नवरात्रि के...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભરુચ નજીક નબીપુર ઝનોર માર્ગ પર એક્ટિવા-બાઈક સામસામે ટકરાયા: ત્રણના મોત, એક ગંભીર

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 11 Oct 2026, 09:14 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરુચ તાલુકાના નબીપુર ઝનોર માર્ગ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા અને બાઈક સામસામે ટકરાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે.

ભરુચ તાલુકાના નબીપુર ઝનોર માર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એક એક્ટિવા અને આરવન બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.

આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. મૃતકોમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહો ચિથરાવિથરા થઈ ગયા હતા.

અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને મદદકાર્યમાં જોડાવા પ્રયાસ કર્યો હતો.
📲Get App