🔥 TRENDING मरीज बन डी एम सीतापुर ने जिला अस्पताल... ग्राम पंचायत बेड़ा में सतीश देवासी को... Actor Rajat Bedi urges parents to empo... Kanaka Durga Temple Prepares for Dasar... Supreme Court Orders Delhi to Resume N... Abhijeet Dipke Returns Home After Rele...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોદી સાહેબના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નિષ્ણાત તબીબી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું.

મોદી સાહેબના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નિષ્ણાત તબીબી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 11 Oct 2026, 02:13 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નિષ્ણાત તબીબી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૨૫ વર્ષના જાહેર જીવન અને જનસેવાના કાર્યકાળની ઉજવણી માત્ર કાર્યક્રમ પૂરતી સીમિત ન રહે, પરંતુ સેવા અને લોકકલ્યાણના સંકલ્પ સાથે લોકો સુધી પહોંચે તે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતમંદ નાગરિકોને સમયસર નિદાન અને નિષ્ણાત તબીબી માર્ગદર્શન મળી રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે.

આરોગ્ય સુવિધાઓ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના ઘરઆંગણે નિષ્ણાત તબીબી સેવાઓ અને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા સેવાકીય આયોજનો જનઆરોગ્ય માટે મહત્વપૂર્ણ છે.

આ કેમ્પના સફળ આયોજન બદલ તમામ આયોજકો તેમજ રાજકોટના નામાંકિત સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો અને તેમની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન.
📲Get App