🔥 ट्रेंडिंग दिल्ली में ट्रेन‑मेट्रो और इंटरनेट बंद... श्रवण लाल तंवर ने राणोली ग्राम पंचायत... देव शिक्षण संस्थान आमलिया भोपाल संभाग की उपायुक्त ने तहसील का कि... जौनपुर में सड़क हादसा, कई घायल मुख्यमंत्री डॉ. मोहन यादव नरसिंहपुर मे...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અરવલ્લી જિલ્લામાં ૧૬૯ ગાંજાના છોડ સાથે ૪૩ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 अक्टू. 2026, 12:00 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકારની સૂચના બાદ અરવલ્લી જિલ્લા એન્ટી નાર્કોટીક્સ વિંગ અને એસ.ઓ.જી. ટીમે શામળાજી નજીક ગલીસેમરો ગામમાં રેઇડ કરી વનસ્પતિજન્ય ગાંજાના ૧૬૯ છોડ ઝડપી પાડ્યા છે,જેની કિંમત ૪૩ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે..

અરવલ્લીમાં-:
રાજ્ય સરકાર દ્વારા માદક પદાર્થોની બદી નાબૂદ કરવાના અભિયાનના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ એન્ટી નાર્કોટીક્સ વિંગ (ANW) અને એસ.ઓ.જી. (SOG) ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ અને વાવેતર કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના સીધા સુપરવિઝન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર.શર્મા (એન્ટી નાર્કોટીક્સ વિંગ) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એચ.રાઠોડ (એસ.ઓ.જી. શાખા) તથા તેમની ટીમે બાતમી હકીકતના આધારે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ગલીસેમરો ગામમાં રેઇડ કરી હતી..

સરકારી પંચો,એફ એસ એલ અધિકારી અને વિડીયોગ્રાફરની હાજરીમાં થયેલી આ રેઇડ દરમિયાન આરોપીના મકાઈ અને જુવારના વાવેતરવાળા ખેતરમાંથી વનસ્પતિજન્ય ગાંજાના લીલા છોડ કુલ ૧૬૯ નંગ મળી આવ્યા હતા.એફ એસ એલ અધિકારી દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં આ છોડ માદક પદાર્થ ગાંજા હોવાનું સ્પષ્ટ થયું હતું..

પોલીસે અનિલભાઈ મરતાભાઈ ડામોર (ઉંમર ૩૬, રહે. ડામોર ફળીયુ, ગલીસેમરો) નામના આરોપીની ધરપકડ કરી છે.તેના કબજા ભોગવટાવાળા ખેતરમાંથી કુલ ૮૬.૨૫૦ કિલોગ્રામ વજનના ગાંજાના છોડ, જેની અંદાજિત કિંમત ૪૩,૧૨,૫૦૦ રૂપિયા થાય છે, તે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ ૧૯૮૫ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રશસનીય કામ કરનાર અધિકારી અને કર્મચારીઓ જી આર શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર,હેડ કોન્સ્ટેબલ હસમુખભાઇ કાવજીભાઇ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એચ.રાઠોડ,હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પનાભાઇ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઇમરાનખાન નજામિયા,પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઇ અમરાભાઇ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેશકુમાર કાન્તીભાઇ,પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ મોરારદાન, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કેતનભાઇ મહેશભાઇ,પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઇ મંગાભાઇ,હેડ કોન્સ્ટેબલ ફ્રાન્સીસ લક્ષ્મણભાઇ,પોલીસ કોન્સ્ટેબલ શૈલેષકુમાર કાળુસિંહ.
📲Get App