देश
ગાંધીધામમાં રાષ્ટ્રીય મેઘવાલ સેનાની વિશેષ બેઠક યોજાઈ,પ્રમુખ તરીકે ચેતનભાઈ મહેશ્વરીની વરણી

ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે રવિવારના રોજ ‘રાષ્ટ્રીય મેઘવાલ સેના'ની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેઘવાલ સમાજના સર્વાંગી વિકાસ, સમાજના ઉત્થાન અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સર્વાનુમતે રાષ્ટ્રીય કારોબારીની વરણી કરવામાં આવી હતી અને વિવિધ હોદ્દાઓ પર નવા હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી હતી.રાષ્ટ્રીય મેઘવાલ સેનાના નવયુક્ત હોદ્દેદારોમાં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચેતનભાઈ મહેશ્વરી, રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે ડૉ. અક્ષયભાઈ મહેશ્વરી, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જયેશ સોલંકી અને રાષ્ટ્રીય મંત્રી તરીકે પ્રકાશભાઈ મારવાડાની વરણી કરવામાં આવી છે.જ્યારે ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ચંદે અને ગુજરાત રાજ્ય મહામંત્રી તરીકે હરેશભાઈ મહેશ્વરીની નિમણૂક કરવામાં આવી છે.
NEVADA
STATE
આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ ચેતનભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મેઘવાલ સેનાની રચનાનો મુખ્ય ઉદ્દેશ મેઘવાલ સમાજને શિક્ષણ, સંગઠન અને સામાજિક ક્ષેત્રે આગળ લાવવાનો છે. સાથે જ સમાજના લોકોને તેમના હકો અને અધિકારો પ્રત્યે જાગૃત કરી, તેમના પ્રશ્નો અને હિતો માટે સંગઠિત રીતે મજબૂત અવાજ ઉઠાવવાનો છે.તેમણે વધુમાં સમાજના ઉત્થાન માટે શિક્ષણને પ્રાથમિકતા આપવા, સામાજિક એકતા જાળવવા અને સંગઠનના માધ્યમથી સમાજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.રાષ્ટ્રીય કારોબારીની નવી વરણી સાથે રાષ્ટ્રીય મેઘવાલ સેનાના સંગઠનને વધુ મજબૂત બનાવી સમાજના શૈક્ષણિક, સામાજિક અને હક-અધિકાર સંબંધિત મુદ્દાઓ પર સક્રિય કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.