स्थानीय
અમરેલી: માલઢોર ચરાવવા ગયેલા વૃદ્ધનું તળાવમાં ડૂબી જવાથી મોત
यहाँ देखें:
▶️ YouTube
અમરેલી તાલુકાના કાઠમા ગામે માલઢોર ચરાવવા ગયેલા 58 વર્ષીય વૃદ્ધનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલી તાલુકાના કાઠમા ગામે રાંઢીયા જવાના રસ્તે ખોડિયાર માતાજીના મંદિર પાસે આવેલા તળાવમાં ડૂબી જવાથી 58 વર્ષીય ઓઘડભાઈ નાથાભાઈ ઝાપડાનું દુઃખદ અવસાન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ઓઘડભાઈ નાથાભાઈ ઝાપડા પોતાના માલઢોર ચરાવવા માટે તળાવ પાસે ગયા હતા. તે દરમિયાન તેમને અચાનક ચક્કર આવતાં તેઓ તળાવના ઊંડા પાણીમાં પડી ગયા હતા.
આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.